ઈન્ડોનેશિયાના બાલીમાં પોલીસ અધિકારીઓ એક સીક્રેટ પોર્ન વિલા શોધી રહી છે, જ્યાં એડલ્ટ ફિલ્મ સ્ટાર્સ અને પર્યટકોએ કથિક રીતે કોરોના મહામારી દરમિયાન ઘણા પોર્ન વીડિયો બનાવ્યા છે. ઈન્ડોનેશિયાના દ્રીપ રાષ્ટ્રમાં કડક પોર્નોગ્રાફી વિરોધ કાયદા છે જે અપરાધીઓને ભારે દંડ અને કાનૂની કાર્યવાહી કરે છે.
તાજેતરમાં, રશિયન 'પોર્ન પ્રીન્સેસ' વેરોનિકા ટ્રોશીના પોતાના પ્રેમી મોરોજોવ સાથે બાલીમાં માઉન્ટ બટુરના પહાડો પર એક સેક્સ કેપૈડ ફિલ્માવવા માટે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રોશિનાના વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસને કુખ્યાત પોર્નોગ્રાફી હોટસ્પોટ અંગે જાણ થઈ હતી. બાલી વિશ્વના ટોપ પર્યટન સ્થળોમાંનું એક છે.2020માં મહામારી દરમિયાન ઘણા પર્યટકો અને સોશિયલ મીડિયા સ્ટાર્સે આ સ્થળનો પ્રવાસ કર્યો, પરંતુ તેમાંના ઘણાને ખોટા કારણોસર દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેનાથી પ્રવાસીઓની તપાસમાં વૃદ્ધિ થઈ. દેશમાં પોર્નોગ્રાફી કાયદાઓનું ઉલ્લંઘન કરનારાને ઘણા વર્ષો સુધી જેલમાં સજા થઈ શકે છે.
મે 2021 માં, કેનેડિયન પ્રવાસીને સ્થાનિક સંસ્કૃતિનો અનાદર કરવા બદલ દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેણે કથિત રીતે એક 'ઓર્ગેસ્મિક' યોગ વર્ગનું આયોજન કર્યું હતું, જેમાં "તાંત્રિક પૂર્ણ શરીર સંભોગ યોગ સત્ર" ની રજૂઆત કરવામાં આવી હતી. એક મહિના પહેલા, બે ઇન્સ્ટાગ્રામ પ્રભાવિતોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને બાદમાં એક સ્થાનિક સુપરમાર્કેટમાં પેઇન્ટ કરેલા ચહેરાના માસ્ક સાથે લોકોને પ્રૈંક કરવા માટે દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
બાલી પોર્ન વિલા ક્યાં છે ?
ટિકકોટ પર એક વીડિયો પ્રસારિત થયેલા વીડિયોએ સૌથી પહેલા પોર્ન વિલાનો પર્દાફાશ કર્યો હતો. એક મનોરમ પૃષ્ઠભૂમિ વિરુદ્ધ ઘણી પોર્નસ્ટારને સ્પષ્ટ રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, જેમાં કેપ્શનમાં લખ્યું હતું. પોર્ન વિલામાં તમારુ સ્વાગત છે. વીડિયોમાં મોટાભાગના પોર્નસ્ટાર્સે સ્કિમ્પી કપડાં પહેર્યા હતા અને તે વિદેશી હોવાનું જણાતું હતું, સિવાય કે એક ઇન્ડોનેશિયન હોવાનું જણાયું હતું. વાઇસના જણાવ્યા અનુસાર વાયરલ થયેલા વીડિયોને ટૂંક સમયમાં ઇન્ડોનેશિયન મીડિયામાં 'સેક્સ પાર્ટી' કહેવાયો હતો, જેનાથી પોલીસને 'પોર્ન વિલા' પ્રોપર્ટીના માલિકની શોધ શરૂ કરવામાં આવી. કરવામાં આવશે. જ્યારે વિલાનું ચોક્કસ સ્થાન શોધી કાઢવામાં આવ્યું, અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે કોઈ હાજર ન હોવાથી મિલકત ત્યજી દેવામાં આવી હતી.
બાલી નગર નિગમના પોલીસ વડા આઇજીએ કેરતા સૂર્યનેગરાએ કહ્યું, "પોલીસ હાલ પણ બિલ્ડિંગ પરમિશન અંગેની તપાસ કરી રહી છે. અમે ઘણી વખત વાયરલ વિલાનો પ્રવાસ કર્યો, પરંતુ એ ખાલી હતો. અમે ત્યારે જ કાર્યવાહી કરીશું જ્યારે વિલાના માલિક અથવા તેના પ્રતિનિધ મળી જશે. ધારણો પર કામ કરવાથી બચો. વાઈસ રિપોર્ઠ અનુસાર, પોલીસે કથિત રીતે વિલા અંગે ચોક્કસ સ્થળ જાણવા માટે અશ્લીલ વીડિયો અને સામગ્રીના માધ્યમથી શોધખોળ કરી.
દરમિયાન, તેમણે વિલા અને હોટલ માલિકો માટે સલાહ જારી કરી છે, તેઓને પ્રોપર્ટી ભાડે આપવા અંગે વધુ સાવધ રહેવાની વિનંતી કરી છે. તેમણે મિલકત માલિકોને સેક્સ ફિલ્મોના શૂટિંગને રોકવા માટે પ્રવાસીઓ પર નજર રાખવા જણાવ્યું હતું. આ અંગે બાલી પોલીસ કમિશનરે કહ્યું, "વિદેશી લોકો વિમાનમથકો, ઇમિગ્રેશન ઓફિસો અને અન્ય સ્થળોએ પહોંચે તે સમયથી જ જાહેર વ્યવસ્થાને જાળવવાના મહત્વ પર શિક્ષિત કરવા માટે અમે સંબંધિત હોદ્દેદારો સાથે કામ કરી રહ્યા છીએ."