કરાંચી: બલોચ માનવાધિકાર સંગઠને રવિવારે કરાંચીમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન તુરબતમાં બલોચ નેતા રઉફ બલોચના ઘરને ઘેરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાક આર્મીએ તુરબત (બલૂચિસ્તાન)માં લીડર રઉફ બલોચના ઘરની ઘેરાબંદી કરી રાખી છે. તેને હટાવવા માટે મહિલાઓએ કરાંચીમાં બેનર-પોસ્ટર લઈને માર્ચ કાઢી હતી. શનિવારે યૂએન હ્યુમન રાઈટ્સ કાઉંસિલમાં બલૂચ રિપ્રેજેંટેટિવ અબ્દુલ નવાજ બુગતીએ રઉફ બલોચના ઘરની ઘેરાબંદીની વાત કહી હતી.

આટલું જ નહીં, બલોચિસ્તાનના લોકો વિશ્વભરમાં પાકિસ્તાની અત્યાચારો વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે દક્ષિણ કોરિયાના શહેર બુસાનમાં પાકિસ્તાનના અત્યાચારો વિરુદ્ધ બલોચ રિપબ્લિકન પાર્ટીએ ઘરણા-પ્રદર્શન કર્યું હતું.