બલુચિસ્તાનના આઈજી પોલીસ અમઝદ બટ્ટે જણાવ્યું કે મગરિબની નમાઝ બાદ મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. રેસ્ક્યૂ ટીમે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.
બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ આ ઘટનાની નિંદા કરતા દુખ વ્યક્ત કર્યું છે અને પોલીસને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. બલુચિસ્તાનનાા ગૃહમંત્રીએ જિયા લેંગોવે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદી પાકિસ્તાનના વિકાસથી ડરી ગયા છે. તેમણે કહ્યું બાહ્ય અને આંતરીક દુશ્મન દેશમાં ભય અને અશાંતિ ફેલાવવાના અસફળ પ્રયાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી આ હુમલા અંગે કોઈ સંગઠને જવાબદારી લીધીં નથી.