વૉશિગ્ટન: અમેરિકી વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાનની એકતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરે છે. અને બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતો નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા જૉન કિર્બીએ એક સંમેલનમાં કહ્યું છે કે સરકારની નીતિ એવી છે કે અમે પાકિસ્તાનની ક્ષેત્રીય અખંડતાનું સમર્થન કરીએ છીએ અને અમે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતા નથી. કિર્બી જો કે પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનની અંદર અને બહાર બન્ને તરફથી પ્રાંતની આઝાદીની માંગો વધારવા અને ત્યાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા માનવાધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ ઉઠી રહેલા અવાજો સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા.

કિર્બીને પૂછવામાં આવ્યું હતું કે, બલૂચિસ્તાન પર અમેરિકાનું શું વલણ છે. કારણ કે ભારતીય વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમને જવાબ આપ્યો હતો કે, અમેરિકી સરકાર પાકિસ્તાનની એકતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરે છે અને અમે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતા નથી. ગત 15 ઓગસ્ટે દેશના 70મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર, ગિલગિત અને બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે, આ સ્થાનો ઉપર રહેલા લોકોએ આ મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો હતો.