ચૂંટણી પહેલાના સર્વેમાં હિલેરી ક્લિંટન આગળ,પાંચ ટકા પાછળ છે ડોનાલ્ડ ટ્રંપ
abpasmita.in | 12 Sep 2016 06:40 PM (IST)
વૉશિંગટન:અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિંટન રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંપ કરતા 5 ટકા અંકોથી આગળ ચાલી રહ્યા છે.ચૂંટણી પહેલા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે રિયસ એસ્ટેટના કારોબારી ટ્રંપને નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ રહેશે. વોશિંગટન પોસ્ટ- એબીસી ન્યૂઝે કરેલા સર્વેમાં હિલેરી પાસે 46 ટકા અને ટ્રંપ પાસે 41 ટકા સંભવિત મતદાતાઓનું સર્મથન છે જ્યારે લિબરટૈરીયનના ઉમેદવાર ગૈરી જોનસન પાસે 9 ટકા અને ગ્રીન પાર્ટીના જિલ સ્ટીન પાસે 2 ટકા મતદાતાનું સર્મથન છે. હિલેરીને ટ્રંપની તુલનામાં 10 પ્રતિશત અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. હિલેરી પાસે 45 ટકા રજિસ્ટર્ડ મતદારો છે જ્યારે ટ્રંપ પાસે 35 ટકા રજિસ્ટર્ડ મતદારોનું સર્મથન છે.આ આંકડાઓ એવા સમયે સામે આવ્યા છે જ્યારે હિલેરી અને ટ્રંપ વચ્ચે સ્પર્ધાનું અંતર ઓછું થયું છે.એનબીસી ન્યૂઝ-વાલ જર્નલ મૈરિસ્ટ સર્વેક્ષણ મુજબ હિલેરી એરિજોના,નેવાદા અને ન્યૂ હૈમ્પશાયરમાં ટ્રંપ કરતા એક અંક આગળ છે.ડોનાલ્ડ ટ્રંપે જોર્જિયામાં 3 અંકથી આગળ છે.