Bangladesh Dengue havoc: ચોમાસાની સિઝન શરૂ થતાં જ ભારતમાં ડેન્ગ્યૂનો કહેર શરૂ થઇ ગયો છે, પરંતુ માત્ર ભારતમાં જ ડેન્ગ્યૂનો કહેર નથી, પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) પણ ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો છે, અને હજારોની સંખ્યામાં લોકો (patients increased) ડેન્ગ્યૂની ઝપેટમાં આવી રહ્યાં છે. અત્યારે બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂનો કહેર (Dengue havoc) યથાવત છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા (Dhaka) સહિત તમામ વિસ્તારોની હૉસ્પીટલો ડેન્ગ્યૂના દર્દીઓથી ભરેલી છે અને ડેન્ગ્યૂના લક્ષણોમાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 54,416 કેસ નોંધાયા છે.
24 કલાકમાં ડેન્ગ્યૂના 2854 દર્દીઓ -
બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂથી મૃત્યુઆંક 261 પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશી આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં લગભગ 2584 વાયરલ તાવના દર્દીઓ નોંધાયા છે. જેની હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. 2584 દર્દીઓમાંથી 1131 દર્દીઓ ઢાકાની હૉસ્પીટલમાં દાખલ છે જ્યારે અન્ય દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર હેઠળ છે. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂના 9264 સક્રિય કેસ છે. તેમાંથી ઢાકામાં 4869 ડેન્ગ્યૂના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના દર્દીઓ દેશના વિવિધ વિસ્તારોમાં દાખલ છે. અત્યાર સુધીમાં કુલ 54,416 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે, જેમાંથી 44,891 લોકો સ્વસ્થ થયા છે.
પીએમે જનતા માટે જાહેર કર્યા પાંચ નિર્દેશ -
ડેન્ગ્યૂના વધતા કેસોને કારણે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે ડેન્ગ્યૂની જાગૃતિ અને નિવારણ માટે પાંચ નિર્દેશો જાહેર કર્યા હતા. અવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદિરે પાર્ટીના કાર્યકરો સહિત દરેકને આ સૂચનાનો અમલ કરવા વિનંતી કરી. મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની ડેન્ગ્યૂની જાગૃતિ અને નિવારણ માટેના નિર્દેશોનો અમલ અવામી લીગ, મહીલા અવામી લીગ, કૃષક લીગ, જુબો લીગ, અવામી અંજબી પરિષદ, તંતી લીગ, જુબો મહિલા લીગ, મત્સ્યજીબી લીગ, વિદ્યાર્થી લીગ દ્વારા કરવામાં આવ્યો છે. ફ્રીડમ ડોક્ટર્સ કાઉન્સિલ, રાષ્ટ્ર શ્રમિક લીગ અને મહિલા શ્રમિક લીગ સુધી પહોંચાડી દેવામાં આવી છે.
એક નજર ડેન્ગ્યૂના આંકડા પર -
ડિરેક્ટૉરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS) એ રવિવારે જણાવ્યું હતું કે જુલાઈમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા જૂનની સરખામણીમાં સાત ગણી વધારે છે. જૂનમાં ડેન્ગ્યૂના કુલ દર્દીઓની સંખ્યા 5,075 હતી. તે જ સમયે 30 જુલાઈ સુધી, ડેન્ગ્યૂના દર્દીઓની કુલ સંખ્યા 38,429 પર પહોંચી ગઈ છે. કુલ દર્દીઓમાં 64 ટકા પુરૂષ અને 36 ટકા મહિલાઓ છે. તે જ સમયે, ઢાકામાં ચેપગ્રસ્ત બાળકોની સંખ્યા વધુ છે.