Bangladesh Violence: બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ અને પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસ્યા બાદ વડાપ્રધાન શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં દેશની બહાર નીકળી ગયા છે. ત્યાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ઇસ્લામી કટ્ટરપંથીઓ દેશમાં હિન્દુઓનો ‘નરસંહાર’ કરવા લાગ્યા છે. પ્રદર્શનકારીઓ હિંદુઓના ઘરોને આગ લગાવી રહ્યા છે. એટલું જ નહી હિંદુ દીકરીઓનું અપહરણ કરવામાં આવી રહ્યુ છે. વિરોધીઓ સતત હિંસા કરી રહ્યા છે.









બાંગ્લાદેશમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓએ હિંદુ સમુદાય સામે આતંક અને હિંસા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર દેશમાંથી રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓના ટોળાઓ હિંદુ ઘરો પર હુમલાઓ કરી રહ્યા છે અને તેને આગ ચાંપી રહ્યા છે. એટલું જ નહી આ કટ્ટરપંથીઓ હિંદુ મહિલાઓનું પણ અપહરણ કર્યાની અનેક ઘટનાઓ બની છે. દેશમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે ઇસ્લામવાદી જૂથોએ હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવાની તક ઝડપી લીધી હતી અને હિંદુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યુ હતું.










સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હિંદુઓ પરના અત્યાચારની ભયાનક તસવીરો જોવા મળી રહી છે. હિંદુ મહિલાઓનું અપહરણ કરીને તેમને અજ્ઞાત સ્થળો પર લઇ જવામાં આવી રહ્યા છે જ્યારે તેમના ઘરોમાં ઘૂસીને લૂંટ ચલાવવામાં આવી રહી છે અને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે હિંદુઓ પોતાની સુરક્ષાને લઇને સતત ડરના માહોલમાં જીવી રહ્યા છે. અનેક વીડિયોમાં જોઇ શકાય છે કે કટ્ટરપંથીઓ દ્ધારા હિંદુ મંદિરોમાં પણ આગ ચાંપવામાં આવી રહી છે.


આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ હિંસાની નિંદા કરી અને હિંદુઓની સલામતી માટે પગલા ભરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે  4 ઓગસ્ટના રોજ, બાંગ્લાદેશમાં હિંસક અથડામણમાં હિંદુ કાઉન્સિલર સહિત આશરે 100 લોકો માર્યા ગયા હતા. રિપોર્ટ અનુસાર, હિંદુ ઘરો, ઇસ્કોન અને કાલી મંદિરને ટોળાએ ખાસ નિશાન બનાવ્યા હતા. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને તેમની સરકારના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. સત્તાવાળાઓએ ઈન્ટરનેટ કનેક્ટિવિટી બંધ કરીને અને દેશવ્યાપી કર્ફ્યૂ લગાવ્યો હતો.