BAPS Hindu Temple in Abu Dhabi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (13 ફેબ્રુઆરી) બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) જવા રવાના થશે. આ દરમિયાન તેઓ અબુધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ (BAPS) મંદિરના બે અદભૂત વીડિયો શેર કર્યા હતા.  ન્યૂઝ એજન્સી ANIએ મંદિરની ભવ્યતા દર્શાવતા બે વીડિયો જાહેર કર્યા છે. નોંધનીય છે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિર જે અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર છે.






વડાપ્રધાન મોદી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે.                


વડાપ્રધાન મોદીની યુએઇ યાત્રા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 2015 પછી વડાપ્રધાન મોદીની UAEની આ 7મી મુલાકાત છે. આ અવસર પર તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરશે. યુએઈના વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ પ્રધાનને પણ મળશે.






વડાપ્રધાન મોદી દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ સમિટને પણ સંબોધિત કરશે. મોદી અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે. UAE માં ભારતીયોની સંખ્યા 35 લાખથી વધુ છે, જે UAE માં કુલ વિદેશીઓમાં સૌથી વધુ છે.


યુએઇમાં ભારતના રાજદૂત સંજય સુધીરે અબુ ધાબીમાં પ્રથમ મંદિરને ભારત અને ગલ્ફ ક્ષેત્ર વચ્ચેના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સંબંધોના પુરાવા તરીકે વર્ણવ્યું છે. સુધીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આ મંદિરની ખાસ વાત એ છે કે જે સ્કેલ પર તેનું નિર્માણ થઈ રહ્યું છે. એક હકીકત એ પણ છે કે આ મંદિર નેતૃત્વના વિઝન પર બનેલું છે.


35 થી વધુ દેશોના રાજદૂતોએ મંદિરની મુલાકાત લીધી હતી


તેમણે કહ્યું કે ભારતીય સમુદાયના ઘણા સભ્યો અને ભક્તોએ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તાજેતરમાં, 35 થી વધુ દેશોના રાજદૂતો અને તેમના સાથીઓએ આ મંદિરની મુલાકાત લીધી અને તેને જોઈને દંગ રહી ગયા. આ રાજદૂતોમાં યહુદી, બૌદ્ધ, હિંદુ, ખ્રિસ્તી અને ઈસ્લામના અનુયાયીઓ સામેલ હતા.


આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે


BAPS મંદિરના સાધુ બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, 'આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને આ મંદિરનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. આ મંદિરનો શિલાન્યાસ પણ તેમણે 2015માં કર્યો હતો.  મંદિરના નિર્દેશક પ્રણવ દેસાઈએ કહ્યું, 'આ UAEમાં પહેલું પરંપરાગત હિન્દુ મંદિર છે. તે UAE ના નેતૃત્વ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. એટલા માટે અમે UAE નેતૃત્વના આભારી છીએ.