BBC IT Survey: બીબીસી વિરૂદ્ધ ભારતમાં કરવામાં આવેલી આઈટીના સર્વેની કાર્યવાહીનો મુદ્દો હવે બ્રિટનની સંસદમાં પણ ગુંજ્યો હતો. નવી દિલ્હી અને મુંબઇમાં બીબીસી ઓફિસમાં આવકવેરા (આઇટી)ના સર્વેના જવાબમાં યુકે સરકારને હાઉસ ઓફ કોમન્સમાં સાંસદો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બ્રિટનના વિદેશી, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ માટે રાજ્યના સંસદીય સચિવ ડેવિડ રત્લીએ ભારતમાં સર્વે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે વિરોધી પક્ષોના ક્રોસ સેક્શનનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યો હતો.
બ્રિટિશ સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, બીબીસીને અમે ફંડ આપીએ છીએ. તેથી તેને કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળવી જોઈએ. અમે બીબીસીની પડખે જ ઉભા છીએ.
ડેવિડ રટલીએ 20 મિનિટ માટે સંસદમાં બીબીસી સંબંધિત સર્વેક્ષણના મુદ્દા પર ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે બીબીસીનો ભારપૂર્વક બચાવ પણ કર્યો. તેમણે કહ્યું હતું કે, અમે બીબીસીની પડખે ઉભા છીએ. અમે બીબીસીને ભંડોળ આપીએ છીએ. અમને લાગે છે કે, બીબીસી વર્લ્ડ સર્વિસ ખૂબ મહત્વપૂર્ણ છે. ડેવિડ રતલીએ આગળ કહ્યું હતું કે, યુકે સરકાર બીબીસીને સંપાદકીય સ્વતંત્રતા મળતી યથાવત રહે તેમ ઈચ્છે છે.
ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી તપાસ
બીબીસીને લઈને રીટલ્લીએ કહ્યું હતું કે, તેમાં તે સ્વતંત્રતા છે, જેને અમે માનીએ છીએ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમારા સહયોગીઓ, ભારત સરકાર સહિત વિશ્વભરના અમારા મિત્રો સાથે તેના મહત્વને લઈને વાતચીત કરવા સક્ષમ થવા માંગીએ છીએ.
જ્યારે ઉત્તરી આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના જીમ શેનોને કહ્યું હતું કે, આપણે ખૂબ સ્પષ્ટ થવું પડશે કે, આ દેશના એક નેતા વિશેની બિનઅસરકારક ડોક્યુમેન્ટ્રે રજૂ કર્યા બાદ ડરાવવા તે ધમકી આપવાનું કામ જાણી જોઈને કરવામાં આવ્યું હતું?
બીબીસીની ડોક્યુમેન્ટ્રી
બીબીસીએ તાજેતરમાં "ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન" નામની એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતે. આ ડોક્યુમેન્ટ્રી 2002ના ગુજરાત તોફાનો પર બનાવવામાં આવી છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. બીબીસીની ડોક્યુમેન્ટ્રી અંગે ભારતમાં ભારે હંગામો મચી જવા પામ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીની લિંક યુટ્યુબ અને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે યુટ્યુબ અને ટ્વિટર પરથીઆ ડોક્યુમેન્ટ્રીની લિંક્સ હટાવી દેવા માટે કહ્યું હતું.