વિશ્વના તમામ દેશોમાં જ્યાં કોરોના કાબૂમાં જોવા મળી રહ્યો છે ત્યારે ચીનમાં કોરોનાને લઇને સ્થિતિ બેકાબૂ બની છે. ચીનના શાંઘાઈ બાદ હવે રાજધાની બેઈજિંગમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાને રોકવા માટે બેઇજિંગમાં શાળાઓ, રેસ્ટોરન્ટ્સ, ફેક્ટરીઓ ઉપરાંત ઘણા મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી તેઓ કોરોનાનો શિકાર બને નહી.


બેઇજિંગમાં ઝીરો કોવિડ પોલિસી હેઠળ મોટાપાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોનાને રોકવા માટે લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ચીનમાં કોરોનાની નવી લહેર પાછળ ઓમિક્રોન વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.


બેઇજિંગમાં કોરોનાના 50 કેસ મળી આવ્યા હતા. બેઇજિંગના ચ્યાંગ જિલ્લામાં લોકોને વર્ક  ફ્રોમ હોમ કરવાની સલાહ અપાઇ રહી છે. અહીં લગભગ 35 લાખ લોકો રહે છે. લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ અપાઇ છે. આ સિવાય બીજિંગ, ટોંગઝોઉના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકોને કામ માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અહીં ઘણા મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.


શાંઘાઈમાં કોરોનાના 4600 કેસ


અગાઉ, ચીનમાં શાંઘાઈમાં કોરોનાને રોકવા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. શાંઘાઈમાં પણ ખાવા પીવાની ચીજવસ્તુઓની અછત હોવાના અહેવાલો હતા. આ પછી લોકોએ પ્રશાસનનો વિરોધ પણ કર્યો. જેને જોતા ચીન હવે બેઈજિંગને સાવચેતી રાખી રહ્યું છે. ગુરુવારે શાંઘાઈમાં 4600 કેસ નોંધાયા હતા. બીજી બાજુ, બેઇજિંગમાં રેસ્ટોરન્ટ્સ અને જીમ બંધ રાખવામાં આવ્યા હતા.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 મે સુધી ચીનના 40 થી વધુ શહેરોમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે અથવા કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ચીનના બેઇજિંગ અને હાંગઝોઉમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.


 


Hindu Sisters Donate Land: બે હિન્દુ બહેનોએ ઇદગાહ માટે 1.5 કરોડ રૂપિયાની જમીન આપી દાનમાં, પિતાની 'છેલ્લી ઇચ્છા' કરી પૂરી


KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ


દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,


Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો


 


બેઇજિંગમાં અત્યાર સુધીમાં 500 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. 11 મે સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હવે પછી શાળાઓ ક્યારે ખોલવામાં આવશે, તે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.