Bharuch: આફ્રિકાના ઝામ્બિયામાં લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ ત્રણ ગુજરાતીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, આફ્રિકાના ઝામ્બિયામાં લૂંટ કરવા આવેલ નિગ્રો લૂંટારુઓએ ભરૂચના 3 લોકો ઉપર ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજા ગ્રસ્તો ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી છે.




ગોળીબારમાં ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અગાઉ પણ અનેક વખત નિગ્રો લૂંટારુઓએ ગુજરાતીઓ પર લૂંટના ઇરાદે ફાયરિંગ થયાની ઘટનાઓ બની ચૂકી છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.                              


અન્ય એક ઘટનામાં ઓમાનના મસ્કતમાં ભરૂચની મહિલા ફસાઇ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના કારણે અનેક લોકો મહિલાની મદદે આવ્યા હતા. મહિલાને સુરક્ષિત રીતે ભારત પરત મોકલવાની તજવીજ શરૂ કરી હતી. ભરૂચની મહિલા વિદેશ મોકલતા એજન્ટની ચુંગાલમાં ફસાયા બાદ મદદ માંગી હતી. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.                                         

ભરૂચના વાગરા તાલુકાના નાડેરા ગામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. ઓમાન મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન એમ્બેસી પાસે મહિલાએ મદદ માંગી હતી. દર્દનાક  સ્થિતિમાં તસ્લીમા પટેલ નામની મહિલાએ વીડિયો વાયરલ કરી મદદ માંગી હતી.                                         


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લંડનમાં અમદાવાદના કુશ પટેલનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. ફિંગરપ્રિન્ટ મેચ કરતા કુશ પટેલનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો હતો. કુશ પટેલના અંતિમ સંસ્કાર લંડનમાં કરવામા આવશે. કુશ પટેલે લંડનના બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યુ હતુ.