વોશિંગ્ટનઃ અમેરિકાના બાઇડેન તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. H1-B વીઝા ધરાવતાં વિદેશી કર્મચારીઓએ ટ્રમ્પ સરકારના વિવાદાસ્પદ નિમયના કારણે થયેલી મુશ્કેલીઓ લઈ ફરી વિચારણા કરી રહી છે. તંત્રએ આ વિવાદાસ્પદ નિયમમાં વિલંબ માટે શુક્રવારે ઔપચારિક નોટિફિકેશન જાહેર ક્યુ હતું. આ નિયમ એચ-1બી વીઝા ધરાવતાં વિદેશી કર્મચારી માટે અનિવાર્ય ન્યૂનતમ વેતમાં વધારા સંબંધિત છે.


શ્રમ વિભાગ તરફથી શુક્વારે પ્રકાશિત નોટિફિકેશન મુજબ, આ નિયમને લાગુ કરવા તથા તેને અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે. હાલ આ નિયમ અમલી બનવાની તારીખો 14 મે અને 1 જુલાઈ છે. આ નિયમને અમલી બનાવતાં પહેલા લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવશે.


બાઇડેન સરકારના આ પગલાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને પણ રાહત મળશે. નોંધપાત્ર વાત એ છે કે, વિદેશી કર્મચારીઓ અને ખાસ કરીને એચ -1 બી વીઝા અંગે ટ્રમ્પ વહીવટીતંત્રના વિવાદિત નિયમોને કારણે આઇટી પ્રોફેશનલ્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ એચ -1 બી વિઝા માટે એક નિયમ બનાવ્યો હતો કે ખૂબ કુશળ અને ઉચ્ચતમ વેતન મેળવતા લોકોને જ વિઝા આપવામાં આવશે અને ઓછા પગારવાળી અમેરિકામાં કામ કરવા બદલ આ વિઝાથી વંચિત રહેવું પડશે.


આ અગાઉ 1 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ, શ્રમ મંત્રાલયે યુ.એસ.માં રોજગાર માટે વેતન સંરક્ષણના નિયમની અસરકારક તારીખમાં વિલંબ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતીય આઈ.ટી. પ્રોફેશનલમાં આ વીઝા ઘણા લોકપ્રિય છે. દર વર્ષે 85 હજાર વિઝા વિવિધ કેટેગરીમાં આપવામાં આવે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે.