40 Pakistanis Dead: મૉરોક્કો નજીક સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી 80 પ્રવાસીઓને લઈ જતી એક બૉટ પલટી ગઈ છે, જેમાં 40 થી વધુ પાકિસ્તાનીઓના મોત થયા. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. સ્થળાંતર અધિકાર જૂથ વૉકિંગ બૉર્ડર્સે જણાવ્યું હતું કે 50 થી વધુ સ્થળાંતર કરનારાઓ ડૂબી ગયા હોવાની આશંકા છે.


મૉરોક્કન અધિકારીઓએ એક દિવસ પહેલા 2 જાન્યુઆરીએ 86 સ્થળાંતરીઓને લઈને મૉરિટાનિયાથી નીકળેલી બૉટમાંથી 36 લોકોને બચાવ્યા હતા. આ ઇમિગ્રન્ટ્સમાં 66 પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થતો હતો.


વૉકિંગ બૉર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા 44 લોકો પાકિસ્તાનના હતા.


પાકિસ્તાનનું નિવેદન - 
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે મૉરોક્કોમાં તેમનું દૂતાવાસ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. વધુમાં મૉરોક્કોમાં પાકિસ્તાની દૂતાવાસની એક ટીમ પાકિસ્તાની નાગરિકોને મદદ કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે દાખલા મોકલવામાં આવી છે.


પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, “રબાત (મૉરોક્કો) ખાતેના અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે મૉરિટાનિયાથી પાકિસ્તાની નાગરિકો સહિત 80 મુસાફરોને લઈ જતી એક બોટ દાખલા બંદર નજીક પલટી ગઈ છે. અકસ્માતમાં બચી ગયેલા ઘણા પાકિસ્તાની નાગરિકો અને અન્ય લોકોને દાખલા નજીકના એક કેમ્પમાં રાખવામાં આવ્યા છે. અમે ટૂંક સમયમાં મદદ પૂરી પાડી રહ્યા છીએ.


પાક પીએમ શાહબાઝ શરીફે વ્યક્ત કર્યુ દુઃખ - 
પીએમ શરીફે ટ્વિટર પર લખ્યું: "મૉરોક્કોના દરિયાકાંઠે એક બોટ પલટી જવાના અત્યંત ચિંતાજનક સમાચાર આવ્યા છે. બૉટમાં ઘણા પાકિસ્તાનીઓ સહિત 80 થી વધુ મુસાફરો સવાર હતા. આ મારા અને સમગ્ર રાષ્ટ્ર માટે આઘાતજનક છે."


તેમણે કહ્યું, "મેં વિદેશ મંત્રાલયને મૉરોક્કોના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરીને ગુમ થયેલા લોકોને શોધવા બચી ગયેલા લોકોને બચાવવા અને આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના મૃતદેહો પાછા લાવવા સૂચના આપી છે. ઉપરાંત, મેં પાકિસ્તાનમાં માનવ તસ્કરો અને એજન્ટો સામે કડક કાર્યવાહી જે નિર્દોષ નાગરિકોને આ ખતરનાક જાળમાં ફસાવે છે.


આ પણ વાંચો


Apple ની નવી સર્વિસ શરૂ, હવે ઘરે બેઠાં-બેઠાં જ થઇ જશે આ કામો, નહીં ખાવા પડે બજારના ધક્કા