નવી દિલ્હી: આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને હેકર્સે નિશાન બનાવ્યું છે. પાકિસ્તામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો થયો છે. હેકર્સે પાકિસ્તાનની તમામ બેન્કોને હેક કરી અને કરોડો રૂપિયા ઉપાડી લીધા છે.
પાકિસ્તાનના ‘ડોન’ ન્યૂઝ પેપરના અહેવાલ પ્રમાણે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં સાયબર ક્રાઇમના પ્રમુખે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સિક્યોરિટી બ્રીચ હેઠળ હેકરોએ પાકિસ્તાના લગભગ તમામ બેન્કોને હેક કર્યા છે. તપાસ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે.
સાયબર વિભાગના ચીફ કેપ્ટન મોહમ્મદ શોએબે જણાવ્યું કે લગભગ તમામ બેન્કોના ડેટાને હેક કરી લીધા છે. આ સાયબર હુમલો શરહદ પારથી કરવામાં આવ્યો છે. ખાતાધારકોના ખાતામાંથી કરોડો રૂપિયા ઉઠાવી લીધા છે. જો કે આ કહેવું મુશ્કેલ છે કે હેકર્સે કુલ કેટલા રૂપિયા ઉપાડી લીધા છે.