નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંના એક બિલ ગેટ્સે એક સુપરયાટ ખરીદી છે. આ સુપરયાટની કિંમત 645 મિલિયન ડોલર એટલે કે 4600 કરોડ રૂપિયા છે. આ સુપરયાટની લંબાઇ 370 ફૂટ છે. જેમાં પાંચ ડેક્સ છે. યાટમાં એક સાથે 14 લોકો સફર કરી શકે છે. સાથે આ સુપરયાટમાં લગભગ 30 ક્રૂ મેમ્બર્સ કામ કરી શકે છે.
આ સુપરયાટ ઇકો-ફ્રેન્ડલી છે. જે લિક્વિડ હાઇડ્રોજનથી ચાલે છે. આ યાટમાં જિમ, યોગ સ્ટૂડિયો, મસાજ પાર્લર અને સ્વીમિંગ પુલ છે. યાટમાં એક વખત હાઇડ્રોજન ભર્યા બાદ તે લગભગ 6437 કિલોમીટર સુધી ચાલે છે. આ સુપરયાટનું નામ એક્કા રાખવામાં આવ્યું છે. બિલ ગેટ્સને આ યાટ 2024માં મળશે. બનાવનારી કંપનીએ કહ્યું કે, આ ઇકોફ્રેન્ડલી યાટને બનાવવામાં ચાર વર્ષ લાગશે.
આ સુપરયાટમાં સનબાથ ડેસ્ક, આઉટડોર ડાઇનિંગ, હોમ થિયેટરની પણ વ્યવસ્થા છે. હોમ થિયેટરમાં 20 લોકો એકસાથે બેસીને મજા લઇ શકે છે. સુપરયાટની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાકની છે. યાટમાં ચાર ગેસ્ટ રૂમ, બે વીઆઇપી સ્ટેટ રૂમ અને એક પેવેલિયન છે. યાટ ફૂલ ઓટોમેટિક છે.