નવી દિલ્હી: ચીનના વુહાનથી ફેલાયેલો કોરાના વાયરસનો કહેર હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 805 લોકોના મોત થયા છે. આ દરમિયાન ચીને કોરોના વાયરસના નવા નામની જાહેરાત કરી છે. હવે તે નોવેલ કોરોના વાયરસ નિમોનિયાના નામથી ઓળખાશે.

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 805 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 37,000 લોકો અસરગ્રસ્ત છે. મોટાભાગના લોકોના મોત મધ્ય હુવેઈમાં થયા છે. હુવેઈમાં જ કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારત 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ પોતાના 654 વિદ્યાર્થીઓને વુહાન શહેરથી ભારત પરત લાવ્યા હતા. અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ચીન અને અન્ય દેશોને આ મહામારીથી લડાઈ લડવા માટે 10 કરોડ ડૉલરની મદદની જાહેરાત કરી છે.