નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શેખ ખલીફાની ડેડ બોડી પરત લાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે. આ દરમિયાન મર્યાદીત સંખ્યામાં લોકો હાજર રહેશે. કેટલાક નજીકના જ સંબંધી અંતિમ ક્રિયામાં હિસ્સો લેશે.
શેખ ખલીફાનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો. તેઓ બેહરીનના શાહી પરિવારથી હતા. તેમણે 1970 બાદ બહેરીનના પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું.
15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીનને સ્વતંત્રતાના એક વર્ષ પહેલા શેખ ખલીફાએ પદભાર ગ્રહણ કર્યો હતો. તેઓ વિશ્વમાં કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.