દક્ષિણ કોરિયામાં ભારત વિરોધી નારા લગાવનારાઓને ભાજપની કઇ મહિલા નેતાએ બરાબરનો પાઠ ભણાવ્યો
abpasmita.in | 18 Aug 2019 02:21 PM (IST)
ન્યૂઝ એજન્સી એએનઆઇએ એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં દેખાઇ શકાય છે કે લોકો પાકિસ્તાનના ઝંડા સાથે ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ભારત વિરુદ્ધ નારા લગાવી રહેલા એક જૂથને સાથે ભાજપની એક મહિલા નેતાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. ભાજપની નેતા શાઝિયા ઇલ્મીએ ભારત વિરોધી નારા લગાવનારાઓને પાઠ ભણાવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં દેખાઇ શકાય છે કે લોકો પાકિસ્તાનના ઝંડા સાથે ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. ત્રણ મિનિટ અને 25 સેકન્ડના વીડિયોમાં શાઝિયા ઇલ્મી અને અન્ય એક વ્યક્તિએ ટેક્સીમાંથી ઉતરીને આ જૂથ પાસે ગયા હતા જે સતત ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. ઇલ્મી આ વીડિયોમાં સૌ પ્રથમ એ લોકોને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ન બોલવાની વિનંતી કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ ઇલ્મી અને તેમની સાથેનો વ્યક્તિ પણ પ્રદર્શનકારીઓ સામે ભારતના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સ્થાનિક પોલીસે મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત વિરુદ્ધ આ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.