વડાપ્રધાને કહ્યું કે, મને આશા છે કે ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઇટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિપૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું અને પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહો મારફતે ટેલી મેડિસિનનો લાભ, શિક્ષણ, હવામાન આગાહી, કુદરતી આફતોની ચેતવણી વગેરે સુનિશ્વિત કરી શકાશે. આજે ભારતના તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનો સાક્ષી બની રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓના નિર્માણની ઝડપ બમણી થઇ છે.ભારત અને ભૂટાનના લોકોમાં જોડાણ છે.
વડાપ્રધાને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પરીક્ષાને લઇને કોઇ તણાવ ના રાખે. તેમણે પોતે લખેલી પુસ્તક એક્ઝામ વોરિયર્સની પણ ચર્ચા કરી હતી. યુવા અને આધ્યાત્મિકતા આપણી તાકાત છે. ગઇકાલે ભૂટાન અને ભારતના વડાપ્રધાનના સંયુક્ત નિવેદનમાં કહ્યુ હતું કે, ભૂટાન અમારો પાડોશી છે, આ અમારુ સૌભાગ્ય છે. બંન્ને દેશ સાથે મળીને આગળ વધી રહ્યા છે.