Blackhawk helicopters Crash: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા (USA)ના બે અત્યાધુનિક બ્લેક હૉક હેલિકૉપ્ટર (Blackhawk helicopter) ક્રેશ થયા છે. આ હેલિકોપ્ટર કેન્ટુકીમાં ઉડાન ભરી રહ્યા હતા, તે દરમિયાન ટક્કર થવાના કારણે તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.


બ્લેક હૉક એ ફ્રન્ટ લાઇન યૂટિલિટી હેલિકૉપ્ટર છે, જે વિયેતનામ યુદ્ધ દરમિયાન શીખ્યા પાઠ પછી યૂએસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમેરિકાના ઘણા મિત્ર દેશોના વિશેષ દળો વિશ્વભરમાં આવા હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે.


ઓસામા બિન લાદેનને મારવા માટે પણ થયુ હતુ યૂઝ -  
અમેરિકાએ વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવા માટે પણ આ બ્લેક હૉક હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. 2 મે, 2011ની રાત્રે, અમેરિકાના કેટલાક અત્યાધુનિક હેલિકૉપ્ટરોએ અફઘાનિસ્તાનથી ઉડાન ભરી, અને તેઓએ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનની વૈભવી હવેલીને ઘેરી લીધી. ઓસામાએ 10 વર્ષ સુધી અમેરિકાને ચકમો આપ્યો હતો, પરંતુ 2 મે 2011ની રાત્રે તે ભાગી ન શક્યો. અમેરિકન સૈનિકોએ તેમના હેલિકૉપ્ટરમાંથી આ ગોળીઓ છોડી હતી.


 


War: યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે પુતિનની ધરપકડનું વૉરંટ કાઢ્યુ, રશિયાએ કહ્યું- આ તો ટૉયલેટ પેપર છે, અમે નહીં માનીએ.....


International Criminal Court on Putin: રશિયાએ શુક્રવારે (17 માર્ચે) ફરી એકવાર આખી દુનિયાને આંખ બતાવતા કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડનું વૉરંટ જાહેર કરવાનો આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયનો ફેંસલો કાનૂની રીતે "શૂન્ય" છે. કેમ કે મૉસ્કો હેગ સ્થિત કોર્ટના અધિકાર ક્ષેત્રને માન્યતા નથી આપતુ. રશિયાના ઉચ્ચ અધિકારી આ વૉરંટને લઇને ખુબ નારાજ છે. વળી, પુતિનના વિરોધી આ પગલાની પ્રસંશા કરી રહ્યાં છે. 


રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે મીડિયાને કહ્યું કે- રશિયા, કેટલાય અન્ય દેશો તરફથી, આ કોર્ટના અધિકાર ક્ષેત્રને માન્યતા નથી આપતું, રશિયા આઇસીસીનું સભ્ય પણ નથી. એટલા માટે કાનૂની દષ્ટિકોણથી આ કોર્ટનો ફેંસલો શૂન્ય છે.


વિદેશ મંત્રાલયે પણ ફેંસલાનો ફગાવ્યો  - 
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, આઇસીસીના ફેંસલાને રશિયા માટે કોઇ મતલબ નથી, તેને ટેલિગ્રામ પર કહ્યું કે, - રશિયા આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયનો પક્ષકાર નથી, અને રશિયાનુ આના પ્રત્યે કોઇ જવાબદારી પણ નથી. 


પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપી પ્રતિક્રિયા  -
પુતિનનુ નામ લીધા વિના જખારોવાએ કહ્યું- જ્યાં સુધી અમારો સંબંધ છે રશિયા આ નિકાયની સાથે સહયોગ નથી કરતુ, અને આંતરરાષ્ટ્રીય કોર્ટ ધરપકડની વાત કાનૂની રીતે અમાન્ય હોય છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે પણ ટ્વીટર પર વૉરંટની સરખામણી ટૉયલેટ પેપર સાથે કરી છે.


આ આરોપોના કારણે કોર્ટે જાહેર કર્યુ વૉરંટ - 


ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે શુક્રવારે યૂક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વૉરંટ જાહેર કર્યુ, કોર્ટનું કહેવુ છે કે, રશિયન રાષ્ટ્રપતિ યૂક્રેનના કબજા વાળા વિસ્તારોમાંથી રશિયન સંઘોમાં લોકો (ખાસ કરીને બાળકો)ને ગેરકાયદે ટ્રાન્સફર કરીને યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે. કોર્ટે આ રીતના આરોપો પર બાળકોના અધિકારો માટે રશિયન રાષ્ટ્રપતિ આયુક્ત મારિયા લાવોવા બેલોવા વિરુદ્ધ વૉરંટ પણ જાહેર કર્યુ હતુ.