કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત શિયા મસ્જિદમાં સોમવારે વિસ્ફોટ થયો હતો જેમાં 27 લોકોના મૃત્યું થય છે જ્યારે 35 લકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ કરનાર આત્મધાતી હુમલાવર હતો. આ વિસ્ફોટ શહેરના દારૂલ અમન ક્ષેત્રમાં થયો હતો. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસોડવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ વિસ્ફોટ ઉલૂમ મસ્જિદમાં શિયા શેરેમનીમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યો થયો હતો. તાલીબાનનું કહેવું છે કે આ હુમલો તેણે નથી કરાવ્યો.