બેઇજિંગઃ ચીનની રાજધાની બેઇજિંગમાં ગુરુવારે અમેરિકન દૂતાવાસ સામે એક મોટો વિસ્ફોટ થયાના રિપોર્ટ મળી રહ્યા છે. જે સ્થળ પર વિસ્ફોટ થયો છે ત્યાં ભારતીય દૂતાવાસ પણ આવેલું છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે નોર્ધર્ન બેઇજિંગમાં ઘટનાસ્થળ પર મોટી માત્રામાં ધૂમાડો નીકળી રહ્યો છે અને પોલીસ ઘટનાસ્થળ પર હાજર છે.
જોકે, પોલીસે અત્યાર સુધીમાં આ ઘટના પર કોઇ ટિપ્પણી કરી નથી. આ દૂતાવાસ બેઇજિંગના ચ્યોંગયાંગ જિલ્લામાં સ્થિત છે. નોંધનીય છે કે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. તેમ છતાં અમેરિકા ચીનના લોકો માટે પસંદગીનું પ્રવાસન સ્થળ રહ્યું છે.