Explosion in Pakistan Railway Station: પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલી રહી છે.
બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.
પોલીસે મામલાની માહિતી આપી
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આ દરમિયાન ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ ઘટનાની નિંદા કરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માનવતાના દુશ્મન છે. તેઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદને ખતમ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના "આત્મઘાતી વિસ્ફોટ" જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે. વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ "રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો."
આ પણ વાંચો...