ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાળક મોત અને જીવન સાથે જોડાયેલ છે. આવી ઘટના તમારા બાળક સાથે પણ તમારી બેદરકારીને લીધે થઈ શકે છે. આ બેદરકારીને કારણે તમારા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. પાર્કમાં રમવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે. બાળકનો એક જ ગુનો હતો કે તે પાર્ક રમવા ગયો હતો. તેના પછી તેની સાથે જે બન્યું તે બધાને આશ્ચર્યચકિત કરે છે. જંતુઓ તેનું મગજ ખાઈ ગયા અને અંતે તે બાળકનું મૃત્યુ થયું.


કેસ ટેક્સાસનો છે. અહીં સ્પ્લેશ પેડના કારણે એક બાળક મગજ ખાતા અમીબા (Amoeba)ના સંપર્કમાં આવ્યો જેના કારણે તેનું 6 દિવસમાં મૃત્યુ થયું. જો નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો Amoeba જીવલેણ બની શકે છે. Amoebaથી સંક્રમિત 95% લોકો મૃત્યુ પામે છે.


અમીબા ( naegleria fowleri ameba)  જમીન, ગરમ તળાવ, ધોધ અથવા નદીમાં મળી શકે છે. એટલું જ નહીં, મગજ ખાનાર અમીબા સ્વિમિંગ પુલમાં પણ જોવા મળે છે. 2009 થી 2018 સુધી અમેરિકામાં અમીબા (Naegleria fowleri infections) ના 34 કેસ મળી આવ્યા છે.


આર્લિંગ્ટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે શહેર અને ટેરેન્ટ કાઉન્ટી પબ્લિક હેલ્થને સૂચના આપવામાં આવી હતી કે એક બાળકને એમોબિક મેનિન્જોએન્સેફાલીટીસના ચેપ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


બાળકની બીમારી વિશે જાણ્યા પછી, આરોગ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી અને આર્લિંગ્ટનમાં તમામ જાહેર સ્પ્લેશ પેડ બંધ કરી દીધા હતા. CDC એ સ્પ્લેશ પેડ પાણીમાં અમીબાની હાજરીની પુષ્ટિ કરી છે.


ડેપ્યુટી સિટી મેનેજર લેમુઅલ રેન્ડોલ્ફે જણાવ્યું હતું કે, પાણીમાં સંબંધિત દૈનિક સ્વચ્છતાનો અભાવ હતો. અમે જાળવણીના ધોરણોને પૂર્ણ કરી શક્યા નથી. ધ સનના અહેવાલ મુજબ, જ્યારે દૂષિત પાણી નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સામાન્ય રીતે લોકોને ચેપ લાગે છે.


જ્યારે તમે ગંદા પાણીના સંપર્કમાં આવો ત્યારે જ અમીબા લોકોને અસર કરે છે. જો આ ગંદુ પાણી તમારા શરીરની અંદર જાય તો તે ચેપ લગાડી શકે છે. આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. એટલા માટે તે મહત્વનું છે કે જો તમારું બાળક જ્યાં જઈ રહ્યું છે ત્યાં પાર્કમાં પાણી છે, તો તપાસો કે તે સ્વચ્છ છે કે નહીં.