અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, દેશમાં કોવિડ-19 સંક્રમણના મામલા અને તેમાં થનારા મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા એક લાખ પહોંચી છે તેવા સમયે જ ટ્રમ્પે આ ટ્વિટ કર્યુ છે. થોડા દિવસ પહેલા વ્હાઇટ હાઉસના અધિકારી ડૉ. ડેબોરાહ બર્ક્સે કહ્યું કે, હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યું, ચીને વિશ્વમાં ઘાતક કોરોના વાયરસ છોડ્યો છે અને બેઇજિંગે તેને છુપાવવાની મોટા પાયે કોશિશ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ વારંવાર આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે વુહાનમાં પ્રથમ વખત મળી આવેલો કોરોના વાયરસ ચીનની કોઈ પ્રયોગશાળામાંથી નીકળ્યો હતો.