અહી આશરે 16 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી 65 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેયર બોલ્સોનારોની સરકાર પર કોરોના વાયરસને લઈને યોગ્ય પગલા ન ભરવાનો આરોપ લાગતો રહ્યો છે.
શરૂઆતના દિવસોમાં બોલ્સોનારોએ કોરોના વાયરસને સામાન્ય ફ્લૂ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો મને કોરોના વાયરસનું સંક્રમણ થાય તો હું આ સામાન્ય ફ્લૂના કારણે હાર નહી માનીશ.
રાષ્ટ્રપતિએ 11 માર્ચે જ કહ્યું હતું, જેટલું હું અત્યાર સુધી સમજી શક્યો છુ કોરોના વાયરસના બદલે ઘણા અન્ય બીજા ફ્લૂ છે જેના કારણે વધુ લોકોના મોત થયા છે.