જોકે હાલમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ બ્રાઝીલમાં જોવા મળી રહી છે. અહીં મરનારા લોકોની સંખ્યા 20,000ને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં એક જ દિવસમાં રેકોર્ડ મોત નોંધાયા છે. લેટીન અમેરિકામાં બ્રાઝીલ કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં કોરોનાનો પ્રકોપ ઘણો વધારે છે.
બ્રાઝીલમાં માત્ર એક જ દિવસમાં 1,118 મોત કોરોના વાયરસે કારણે થયા છે તેની સાથે જ કુલ મોતનો આંકડો 20,047એ પહોંચ્યો છે. હાલમાં આ અહીં કોરોનાના કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 3,10,000 છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ખરેખરના આંકડા તેનાથી પણ વધારે હોઈ શકે છે કારણ કે દેશમાં ટેસ્ટિંગ વધારે કરવામાં નથી આવી રહ્યા.
બીજી બાજુ અમેરિકામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસનો બીજા તબક્કો આવશે તો અમેરિકાને બંધ કરવામાં આવશે નહીં. સ્વસ્થ રાજ્ય માટે કાયમી લોકડાઉનએ અમારી રણનીતિ નથી. દેશને બંધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. ક્યારેય ખતમ ન થનાર લોકડાઉન એક જાહેર સ્વાસ્થ્યના જોખમને આમંત્રણ આપે છે. આપણા લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે અર્થવ્યવસ્થાને ખોલવી પડશે.