બ્રાઝિલમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. બ્રાઝિલના એક તળાવમાં ઝરણા પાસે બોટમાં સવાર લોકો પર એકાએક ખડક ધસી પડતા સાત લોકોના મોત થયા છે. જ્યારે ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈ શકાય છે કે તળાવમાં ઝરણા પાસે કેટલાક લોકો બોટ આમથી તેમ ફરી રહ્યા છે. બોટ પર સવાર લોકો બોટિંગનો આનંદ લઈ રહ્યા છે. દરમિયાન અચાનક એક ખડક બોટ પર પડે છે. ખડક પડતા પ્રવાસીઓની ચીસાચીસ પણ વીડિયોમાં સાંભળી શકાય છે. મિનસ ગેરૈસ ફાયરની ટીમના કમાન્ડર કર્નલ એડગાર્ડ એસ્ટેવો ડી સિલ્વાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 32 લોકો ઘાયલ થયા છે . 20 લોકો ગુમ હોવાનો અંદાજ છે .
સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે મિનાસ ગિરેસ રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ભેખડ તૂટી પડવાની શક્યતા રહે છે. કેટલાક લોકો બોટમાં સવાર સહેલાણીઓને ચેતવણી આપી રહ્યા છે કે ઘણાં પથ્થરો ગબડી રહ્યા છે તેથી તેઓ ત્યાંથી ખસી જાય. લેફ્ટનન્ટ પેડ્રો એહારાએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે ખડકની ચપેટમાં ત્રણ બોટ આવી હતી. 32 જીવિત લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. એમાંથી 9ને હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ હજુ પણ 20 લોકો લાપતા છે.
બ્રાઝિલના લેન્ડલોક રાજ્ય મિનસ ગેરૈસના ગવર્નર રોમુ ઝેમાના જણાવ્યા અનુસાર , ભારે વરસાદને કારણે કેપિટલિયોમાં ફર્નાસ તળાવમાં પર્વતનો એક મોટો ભાગ તૂટી બોટ પર પડ્યો હતો .ઝેમાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમે લોકોને જરૂરી સુરક્ષા અને મદદ કરવાનું ચાલુ રાખીશું . ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે . બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ આ વીડિયો ટ્વિટ કર્યો છે . જેમાં જણાવ્યું હતું કે નેવીએ બચાવ કાર્યમાં જોડાવા માટે રાહત દળની ટીમને પણ તૈનાત કરી છે .
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર