લાહોરઃપાકિસ્તાનના હિલ સ્ટેશન મુર્રી પર નવ બાળકો સહિત 22 લોકો વાહનોની અંદર જ થીજી જતા તમામના મૃત્યુ નિપજ્યા છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના હિલ સ્ટેશન મુર્રીમાં ભારે બરફવર્ષાના કારણે અહી 22 પ્રવાસીઓ જીવતા જ કારમાં થીજી ગયા હતા. જેમાં 10 બાળકો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 1122 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બરફવર્ષા એટલી ભયાનક હતી કે અનેક વાહનો બરફમાં જ દટાઇ ગયા હતા અને આગળ વધી શક્યા નહોતા. આ દરમિયાન મદદ ના મળતા વાહનોમાં સવાર લોકો ઠંડી અને શ્વાસ ઘૂંટતા જ મોતને ભેટ્યા હતા. પાકિસ્તાન સરકારે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને રાહત અને બચાવ કાર્ય માટે પાકિસ્તાની સૈન્યના પાંચ હજાર જવાનો ઉતાર્યા હતા.


રાવલપિંડી વિસ્તારના મુર્રી જતા બધા રૂટને બ્લોક કરી દેવાયા છે. હજારો વાહનો શહેરમાં પ્રવેશતા બહાર નીકળવા માંગતા પ્રવાસીઓ નિસહાય થઈ ગયા હતા. અને લગભગ એક હજાર વાહનો હિલ સ્ટેશન પર ફસાયેલા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ બનાવ અંગે આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે તેઓ મુર્રીના બનાવથી ખુબ જ દુઃખી છે.. ભારે હિમવર્ષાને લીધે લોકોએ ત્યાં જવા અને નીકળવા માટે રીતસરનો ધસારો કર્યો હતો.. છેલ્લા 15 દિવસથી વીસ વર્ષમાં સૌથી વધુ ધસારો મુર્રી પર નોંધાયો છે.. સ્થાનિક વહીવટી પ્રશાસન પણ આ ધસારાને પહોંચી વળવામાં સક્ષમ નહોતુ. ગૃહ મંત્રી શેખ રશીદે જણાવ્યુ હતુ કે સરકારે ઈસ્લામાબાદથી મુર્રી જતા રસ્તા બ્લોક કરી દીધા છે. ઈસ્લામાબાદ અને રાવલપિંડીના કમિશનર અને ડેપ્યુટી કમિશનર બચાવકાર્ય માટે ગયા છે.. લગભગ એક હજાર જેટલા વાહનો ગઈકાલ રાતથી અટવાયા છે. સ્થાનિકોએ અટવાયેલાઓને ફુટ અને બ્લેંકેટ પૂરા પાડ્યા છે. અત્યાર સુધીમાં મુર્રીથી 23 હજાર વાહનોને નીકળવામાં આવી ચૂક્યા છે અને હજુ પણ હજાર વાહનો અટવાયેલા છે.


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


 


 


UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું


 


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


 


 


સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર