બ્રાસિલિયાઃ કોરોના રસીને (Corona Vaccine) એક મોટા સમાચાર મળી રહ્યા છે. બ્રાઝિલે ભારત બાયોટેક (Bharat Biotech)સાથે કોવેક્સિન (Covaxin) રસીનો સોદો રદ્દ કરી દીધો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ આની જાહેરાત કરી છે. કોવેક્સિનની ખરીદ પ્રક્રિયામાં ગરબડીના આરોપ લાગ્યા હતા. જે બાજ 324 મિલિયન ડોલરનો આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.


કેટલા ડોઝ ખરીદવાનું હતું બ્રાઝીલ


 ભારત બાયોટેક અને બ્રાઝીલ સરકાર વચ્ચે જે ડીલ થઈ હતી તે પ્રમાણે 20 મિલિયન ડોઝ ખરીદવાના હતા. પરંતુ આ ડીલ માટે રાષ્ટ્રપતિ જાયર બોલ્સાનેરો પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા હતા અને બ્રાઝીલ સરકાર પર સતત સવાલ ઉઠતાં હતા. જોકે સરકારે વ્હીલસ બ્લોઅરને સમજાવવાનીકોશિશ કરી હતી ને આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ મામલો ઉકેલાવાના બદલે વધારે ગુંચવાયો હતો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ બ્રાઝીલ સરકારે આ ડીલ રદ્દ કરી હતી.




વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝીલ


દુનિયાના સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોમાં બ્રાઝીલ એક છે. અહીંયા કોરોનાએ કહેર મચાવ્યો છે. બ્રાઝીલની સ્વાસ્થ્ય નિયામક સંસ્થા અનવિસાએ ભારત બાયોટેકની કોવેક્સિનની આયાતની લીલી ઝંડી આપી હતી. આ ડીલ અંગે કહેવાય છે કે બ્રાઝીલે જાણી જોઈને મોંઘી કોવેક્સિન ખરીદી હતી. રાષ્ટ્રપતિ જાયરે સ્વાસ્થ્ય અધિકારીઓ પર વેક્સિન ખરીદવા દબાણ કર્યું હતું. જે બાદ સતત વધી રહેલા વિવાદ બાદ આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.