ઓક્સફોર્ડની કોરોના રસીને લઈને સૌથી મોટા સમાચાર, ટ્રાયલ દરમિયાન વોલન્ટિયરનું મોત, જાણો હવે ટ્રાયલ ચાલુ રહેશે કે......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2020 07:30 AM (IST)
ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસી AZD222ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન મોત થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલમાં કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું મોત થયું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ટ્રાયલમાં વોલન્ટિયરે દમ તોડ્યો હતો. આ વેક્સિન એસ્ટ્રાઝેનેકા એઝેડએન.એલ તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેક્સિનને લગતો ટ્રાયલ આગળ ચાલુ રાખવામાં આવશે. જોકે, આ વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી માટે રસીનું ટ્રાયલ ચાલુ રાખવામાં આવ્યું છે. ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસી AZD222ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યૂનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે વેલન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝીલનો હતો. બ્લૂમબર્ગ અનુસાર 28 વર્ષના વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી. Anvisaએ કહ્યું કે, આ ઘટના બાદ પણ રસીનું ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ આ મામલે વધારે જાણકારી આપવામાં નથી આવી. જ્યારે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસીની સુરક્ષાને ધ્યાનમાં લઇને કોઈ ચિંતાની વાત નથી.