Corona Virus: દુનિયાભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે દુનિયાના સમૃદ્ધ દેશ બ્રિટને એક મોટો ફેંસલો લીધો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson ) ગયા બુધવારે દેશના લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સહિતની કેટલીય પાબંદીઓને હટાવી દીધી છે.
બોરિસ જોનસને જાહેરાત કરી છે કે, દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે. આવામાં સરકાર તરફથી માસ્ક પહેરવા જેવી અનિવાર્ય કૉવિડ-19 ઉપાયોને સમાપ્ત કરવામાં આવે છે.
બોરિસ જોનસને કહ્યું- દેશમાં ઓમિક્રૉનની સ્થિતિને જોતા કેટલાય પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વક્ર ફ્રૉમ હૉમ કરવાનુ નહીં કહેવામાં આવે. વળી, સરકાર તરફથી લોકોને દરેક જગ્યાએ અનિવાર્ય માસ્ક પહેરવાના નિયમને પણ ખતમ કરવામાં આવ્યો છે. હવે લોકો ઇચ્છે તો પબ્લિક પ્લેસીસ પર વિના માસ્ક પહેરીને ફરી શકે છે. આની સાથે જ જલદી જ સ્કૂલમાં અનિવાર્ય રીતે માસ્ક પહેરવાની પાબંદી પણ નહીં રહે. દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો