બ્રિટેનના અખબાર ધ ટેલિગ્રાફ અનુસાર, નીલ ફર્ગ્યૂસને લોકડાઉનનો નિયમ તોડતા ગર્લફ્રેન્ડને પોતાના ઘરે આવવાની મંજૂરા આપી. જાણકારી અનુસાર તેની ગર્લફ્રેન્ડ પોતાના પતિ અને બાળકોની સાથે બીજા ઘરમાં રહે છે.
રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ફર્ગ્યૂસને લૉકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમણે 2 વખત ગર્લફ્રેન્ડને ઘરે આવવા મંજૂરી આપી હતી. જોકે નીલે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે,‘મને આમ કરવાનો અફસોસ છે. સંક્રમણને રોકવા સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપી રહી છે અને મે તેનો ભંગ કર્યો છે.’ અત્યારસુધીમાં બ્રિટનમાં 1,94,990 લોકો કોરોના પોઝિટિવ છે, જ્યારે 29,427 લોકોનું મોત થઈ ચૂક્યા છે.
સરકાર અને WHOને સલાહ આપે છે સંસ્થા
નિયમ તોડવા અંગે નીલે કહ્યું કે, તે સાઈન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીના પદ પરથી હટી રહ્યાં છે. તેઓ સેન્ટર ફોર ગ્લોબલ ઈન્ફેક્શસ ડિઝિસ એનાલિસિસના ડિરેક્ટર છે. બીબીસી અનુસાર, આ સંસ્થાએ જાન્યુઆરીમાં વિશ્વને કોરોનાના જોખમથી બચવા ચેતવ્યા હતા. આ સંસ્થા સરકારો અને WHOને આફ્રિકામાં ઈબોલાથી લઈ કોરોના મહામારી વિશે સલાહ આપતી રહી છે.