ટ્રમ્પે કહ્યું, આ પહેલા પણ અમેરિકામાં હુમલા થયા છે. પછી ભલે તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયો કે હે પર્લ હાર્બરનો, પરંતુ કોરોરના વાયરસ જેવો હુમલો કયારેય થયો નથી. તે 9/11 અને પર્લ હાર્બરના હુમલાથી પણ વધારે ખતરનાક છે. પત્રકારોના એક સવાલના જવાબમાં તેણે કોરોના વાયરસને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો. તેમણે કહ્યું, કોરોના વાયરસ અહીંયા કેવી રીતે પહોંચ્યો તેની ખબર નતી, પરંતુ તેને રોકી શકાતો હતો. આમ ન થઈ શકવાના કારણે તે આપણા માટે અદ્રશ્ય દુશ્મન સામે જંગ લડવા બરાબર છે.
કોરોના વાયરસ અદ્રશ્ય દુશ્મન છે અને તેની સામે આપણે લાંબી લડાઈ લડવાની છે. હાલ આપણે સારું કામ કરી રહ્યા છીએ. તેમણે કોરોના વાયરસ સામે લડવા બનાવેલી ટાસ્ક ફોર્સની પ્રશંસા કરી હતી.
તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ફરજિયાત માસ્ક પહેરવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યુ હતું. ટ્રમ્પે મંગળવારે N-95 માસ્ક બનાવતી ફેકટરીની મુલાકાત લીધી હતી પરંતુ તેમણે માસ્ક પહેરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ગાઈડલાઈન પ્રમાણે માસ્ક ફેકટરીમાં હંમેશા માસ્ક પહેરવું જરૂરી છે.