Britain Tik Tok Ban: બ્રિટિશ સરકારે ગુરુવારે (16 માર્ચ) સુરક્ષાના આધારે સરકારી ફોનમાં ચાઇનીઝ એપ્લિકેશન ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. અગાઉ અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ આવું જ કરી ચૂક્યા છે.


ન્યૂઝ એજન્સી એપી અનુસાર, કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને સંસદમાં કહ્યું હતું કે ટિક ટોક પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ પછી સરકારી કર્મચારીઓ અને મંત્રીઓ ટિક ટોકનો ઉપયોગ કરી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જો કે, પહેલાની જેમ ટિક ટોકનો ઉપયોગ વ્યક્તિગત ફોનમાં કરી શકાય છે.


યુકે સરકારે શું કહ્યું?


ડાઉડેને સાંસદોને કહ્યું હતું કે સંવેદનશીલ સરકારી માહિતીની સુરક્ષા પ્રાથમિકતા છે, તેથી અમે એપ ટિક ટોક પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે આ પગલું સાયબર સુરક્ષા નિષ્ણાતોની સલાહ પર લેવામાં આવ્યું છે.


કયા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે?


ગયા મહિને અમેરિકન સરકારે ફેડરલ એજન્સીના અધિકારીઓને સરકાર દ્વારા આપવામાં આવેલા ફોનમાંથી ટિક ટોક હટાવવા માટે કહ્યું હતું. વ્હાઇટ હાઉસ, યુએસ આર્મી અને યુએસએના અડધાથી વધુ રાજ્યોએ પહેલાથી જ ટિક ટોક પર પ્રતિબંધ મૂક્યો છે.


યુરોપિયન યુનિયન અને બેલ્જિયમે પણ ટિક ટોકના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે પહેલાથી જ ટિક ટોક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, આ એપની માલિકી ધરાવતી ચીની કંપનીએ યુઝર્સના ડેટાને ચીનની સરકાર સાથે શેર કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ કહ્યું કે આ બધું અફવાઓ અને પ્રચારના આધારે કરવામાં આવી રહ્યું છે. બ્રિટને પણ આવું જ કર્યું છે.


ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા પર વિવાદ શું છે? અમેરિકન સેનેટમાં તેને આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવી


અમેરિકાએ તાજેતરમાં દ્વિપક્ષીય ઠરાવ પસાર કર્યો હતો. આ હેઠળ મેકમોહન રેખાને અરુણાચલ પ્રદેશ અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપવામાં આવી છે અને પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને 'ભારતનો અભિન્ન ભાગ' તરીકે વર્ણવવામાં આવ્યો છે.


અમેરિકી સેનેટમાં પ્રસ્તાવ રજૂ કરનારા સાંસદોમાંના એક સેનેટર બિલ હેગર્ટીએ કહ્યું કે હાલમાં ચીન હિંદ-પ્રશાંસ વિસ્તાર માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે, આવી સ્થિતિમાં અમેરિકા માટે જરૂરી છે કે તેણે પોતાના રણનીતિક ભાગીદારો ખાસ કરીને ભારત સાથે ઉભા રહેવું જોઇએ.


પ્રસ્તાવ રજૂ કરતા હેગર્ટી અને સેનેટર જેફ મર્કલેએ કહ્યું કે અમે આ પગલું ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેની ટકરાવ બાદ ઉઠાવી રહ્યા છીએ. આ ઠરાવ પછી તે સ્પષ્ટ થઈ ગયું કે સેનેટ સ્પષ્ટપણે અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે સમર્થન આપે છે. ઠરાવ રજૂ કરતા હેનરીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ બદલવાની ચીનની માંગની નિંદા કરી હતી