મોસ્કો: વિમાન કંપની બ્રિટિશ એરવેઝના પાયલોટની હડતાળના કારણે લગભગ પોતાની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સોમવાર અને મંગળવાર પાયલોટ હડતાળ પર રહેશે. એરલાઈનનાં 100 વર્ષનાં ઈતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાયલોટની હડતાળને પહલે આશરે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થશે. એરલાઈનને 704 કરોડ રૂપિયા એટલેકે 80 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. હડતાળને કારણે ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની દરેક ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. આ સંદર્ભમાં કંપનીએ યાત્રીઓને કહ્યુ છે કે, જો તમારી ફ્લાઈટ રદ્દ થઈ ગઈ છે તો એરપોર્ટ પર ન જતા.

હડતાળ અને ઉડાનો રદ્દ થયા બાદ રશિયાનાં વિદેશ મંત્રાલયે નાગરિકોને સચેત કર્યા છે. બ્રિટિશ એરલાઈન પાયલોટ એસોસિએશને 23 ઓગષ્ટે જ હડતાળની જાહેરાત કરી હતી. વેતન અને ભથ્થામાં ઘટાડાના વિવાદો બાદ પાયલોટોએ હડતાળનો નિર્ણય કર્યો હતો.