Russian Jet Shot Down British Spy Plane: રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના પેન્ટાગનના ગુપ્ત અને અતિ સંવેદનશીલ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. જેમાં સનસનાટીપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે કે, રશિયન ફાઇટર જેટે ગયા વર્ષે કાળા સમુદ્રમાં એક નિઃશસ્ત્ર બ્રિટિશ વિમાનને તોડી પાડ્યું હતું. બ્રિટિશ જાસૂસી વિમાન 29 સપ્ટેમ્બરે ક્રિમિઅન કિનારેથી ઉડી રહ્યું હતું ત્યારે તેને રશિયા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
પેન્ટાગોનના લીક થયેલા દસ્તાવેજ અનુસાર, બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં હાઉસ ઓફ કોમન્સ ઓફ પાર્લામેન્ટને આ ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, બે રશિયન Su-27 ફાઈટર જેટ્સે કાળા સમુદ્ર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. RC-135ને અટકાવવામાં આવ્યું હતું.
બેન વોલેસે વધુમાં શેર કર્યું હતું કે, રશિયન જેટમાંથી એકે અમુક અંતરે "મિસાઇલ ફાયર કર્યું હતું". જો કે, તેણે આ ઘટનાને રશિયાના હુમલા તરીકે વર્ણવી ન હતી. તેણે મિસાઇલ પ્રક્ષેપણને "તકનીકી ખામી" ગણાવી હતી. લીક થયેલા દસ્તાવેજને "સિક્રેટ/નોફોર્ન" નામ આપવામાં આવ્યું છે. તે ઓક્ટોબરના અંતથી ફેબ્રુઆરી વચ્ચે અમેરિકન, બ્રિટિશ અને ફ્રેન્ચ એરક્રાફ્ટ પર રશિયન ક્રિયાઓની વિગતો પણ આપે છે.
રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ
જાહેર છે કે, રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કાળા સમુદ્રમાં અમેરિકાના MQ-9 રીપર સર્વેલન્સ ડ્રોનના ક્રેશને લઈને અમેરિકાએ રશિયાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. મંગળવારે એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં યુએસ સેનેટ ચક શૂમરે કહ્યું હતું કે, હું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહેવા માંગુ છું કે તમે બંને દેશો વચ્ચે અણધાર્યા તણાવમાં વધારો કરો તે પહેલા આ વર્તન બંધ કરો."
અથડામણ બાદ ડ્રોનને ખરાબ રીતે નુકસાન થયું હતું
તે જ સમયે, આ ઘટના પછી, પેન્ટાગોને મંગળવારે કહ્યું કે યુએસ સૈન્યને તેના MQ-9 રીપર સર્વેલન્સ ડ્રોનને આવશ્યકપણે ક્રેશ કરવાની ફરજ પડી હતી, કારણ કે તે રશિયન જેટ સાથે અથડાયા પછી નુકસાન થયું હતું. બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "રશિયન એરક્રાફ્ટની ટક્કર બાદ ડ્રોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને આગળ ઉડવાની શક્યતા ઓછી હતી. આવી સ્થિતિમાં અમને તેને કાળા સમુદ્રમાં તોડી પાડવાની ફરજ પડી હતી. "
શું હતો સમગ્ર મામલો
યુએસ સૈન્યના યુરોપિયન કમાન્ડના જણાવ્યા અનુસાર, મંગળવારે કાળા સમુદ્ર પર એક રશિયન Su-27 ફાઇટર જેટ અમેરિકન MQ-9 રીપર ડ્રોન સાથે અથડાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાનું રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 કાળા સમુદ્રની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચક્કર લગાવી રહ્યા હતા. આ સમગ્ર મામલે યુએસ એરફોર્સના જનરલ જેમ્સ હેકરે કહ્યું કે, અમારું MQ-9 આંતરરાષ્ટ્રીય એર સ્પેસમાં નિયમિત રીતે ઓપરેટ કરી રહ્યું હતું. ત્યારે એક રશિયન વિમાન તેની સાથે અથડાયું હતું. જે બાદ અમારું ડ્રોન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ સાથે તેણે જણાવ્યું કે, આ પછી રશિયન પ્લેન પણ ક્રેશ થયું હતું. તેણે આ ઘટનામાં રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી સેનાનો દાવો છે કે રશિયન જેટ જાણીજોઈને અમેરિકન ડ્રોનને નિશાન બનાવી રહ્યું હતું.