ઉત્તરપ્રદેશની  ચૂંટણી બાદથી બુલડોઝર દેશમાં ખૂબ ચર્ચામાં છે. પહેલા ઉત્તરપ્રદેશ પછી મધ્યપ્રદેશ અને પછી દિલ્હી સુધી બધાએ બુલડોઝરની કાર્યવાહી જોઈ અને તેની ચર્ચા સર્વત્ર થઈ. હવે બ્રિટિશ સાંસદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બુલડોઝરની કાર્યવાહીનો ઉલ્લેખ કરી રહી છે. તેમણે દિલ્હીથી રાજ્યોનો ઉલ્લેખ કર્યો અને તેમના પીએમને પૂછ્યું કે શું તેઓ આ મામલે પીએમ મોદી સાથે ઉઠાવશે? હવે કાયદા મંત્રી કિરન  રિજિજુએ બ્રિટિશ સાંસદના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને સણસણતો જવાબ આપ્યો છે. 


બુલડોઝરની કાર્યવાહી પર સાંસદે ઉઠાવ્યો સવાલ
બ્રિટનની સૌથી યુવા સાંસદ નાદિયા વિટ્ટમ (Nadia Whittome)એ  તેનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તે બ્રિટિશ સંસદમાં કેટલીક માંગણી કરતી જોવા મળે છે. આ વીડિયોમાં સાંસદને એવું કહેતા સાંભળી શકાય છે કે, જ્યારે અમારા પીએમ ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે JCB ફેક્ટરીની બહાર તેમની તસવીર ક્લિક કરી હતી.


હવે થોડા દિવસો પહેલા ભાજપે મુસ્લિમોના ઘર અને દુકાનો તોડવા માટે JCBનો ઉપયોગ કર્યો હતો, દિલ્હીમાં મસ્જિદના દરવાજાની બહારની દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. આ સાથે, ભારતના રાજ્યોની કેટલીક સરકારોએ પણ આવું જ કર્યું. તો હું ફરી પૂછું છું કે શું પીએમ આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ ઉઠાવશે? જો નહીં, તો કેમ નહીં? શું અહીં ઉપસ્થિત મંત્રીઓ સ્વીકારશે કે વડાપ્રધાનની ભારત મુલાકાત પર મોદી સરકારના ભાજપ શાસિત રાજ્યોની આ કાર્યવાહીની કોઈ અસર પડશે?






ભારતના કાયદા મંત્રીએ આપ્યો સણસણતો જવાબ 
હવે બ્રિટિશ સાંસદના આ આરોપો પર ભારત તરફથી કાયદા મંત્રી કિરન  રિજિજુનો જવાબ સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂળની યુવા સાંસદ  નાદિયા વિટ્ટમ ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે માત્ર ટુકડે ટુકડે ગેંગના ભારત વિરોધી અભિયાનનો શિકાર છે. બીજી બાજુ અન્ય સાંસદ ઝરા સુલતાના, જે પીઓકેની છે, તેમને ત્યાં અત્યાર સુધી માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે દેખાતું નથી.+


ભારતમાં કાયદાનું શાસન : કિરેન રિજિજુ
કેન્દ્રીય મંત્રી કિરન  રિજિજુએ તેમના બીજા ટ્વીટમાં કહ્યું કે, હું આ યુવા સાંસદને દોષ આપવા માંગતો નથી, કારણ કે તે સત્યથી અજાણ છે અને ભારતીયોની નકારાત્મક છબીને આગળ વધારી રહી છે. આ ટુકડે-ટુકડે ગેંગના નકારાત્મક અભિયાનની અસર છે, જેનું એકમાત્ર કામ મોદી સરકારની મોટી ઉપલબ્ધિઓને બદનામ કરવાનું છે. ભારતમાં કાયદાનું શાસન છે.