અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 25 વર્ષની ફિટનેસ મોડલ જોઈ ક્લોફરે ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વિલિયમ ફ્રાન્સીસ પર આરોપ મૂક્યો છે. તેણે લખ્યું હતું કે, મોબાઈલ ફોનના ચાર્જર જેવો દેખાતો કેમેરા તેને બાથરૂમમાં છૂપાવી દીધો હતો. જેના કારણે હું બાથરૂમમાં જે પણ કરું તે તેને દેખાય.

જોઈએ કહ્યું હતું કે, જ્યારે તેને છુપાયેલા કેમેરાની ખબર પડી તો તેનું મેમોરી કાર્ડ કાઢીને લેપટોપમાં લગાવ્યું હતું અને ચેક કર્યું હતું. મોડલ એ જોઈને ચોંકી ગઈ કે કાર્ડમાં તેના અને બીજી મહિલાઓના અંદાજે 250 આપત્તિજનક વીડિયો મળ્યાં હતાં.

મોડલે એક વીડિયો પણ રજૂ કર્યો છે જેમાં કથિત રીતે આરોપીને બાથરૂમમાં કેમેરા ફિટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું હતું કે, અન્ય મહિલાઓને નેકેડ ફિલ્માવાથી બચાવા અને તેને સચેત કરવા માટે આ ખુલાસો કરી રહી છે.

મોડલ અને ફોટોગ્રાફર 19 દિવસ સુધી સાથે રહ્યા બાદ ફોટોગ્રાફરે કહ્યું હતું કે, તે બાથરૂમમાં બલ્બ બદલવા જઈ રહ્યો છે. તે સમયે તેણે ત્યાં હિડેન કેમેરા છુપાવી દીધો હતો. મોડલ જોઈ હવે ફોટોગ્રાફર પર કેસ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે ફોટોગ્રાફરની તરફથી આ મામલા પર પ્રતિક્રિયા આવી નથી.

મોડલ જોઈએ લખ્યું હતું કે, તે ફોટોગ્રાફર પર વિશ્વાસ કરતી હતી અને તેને મિત્ર માનતી હતી. જ્યારે તે ઓરેન્જ કાઉન્ટીમાં શિફ્ટ થવાની હતી તો ફોટોગ્રાફરે તેણે ફ્લેટમેટ બનાવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યા હતાં. બંનેના અલગ-અલગ બેડરૂમ સુતા હતાં.