નવી દિલ્હીઃ હૉટલના રૂમનો સામાન ચોરનારા ભારતીય પરિવારનો ખુબજ શરમજનક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 2 મિનીટ 20 સેકન્ડનો આ વીડિયોમાં ઇન્ડોનેશિયાના બાલીનો છે, જેમાં હૉટલનો એક કર્મચારી રિસોર્ટની બહાર ભારતીય પરિવારની બેગ્સનું ચેકિંગ કરી રહ્યો છે.

પહેલા તો ભારતીય પરિવારે હૉટલ સ્ટાફની સાથે બોલાચાલી કરી, પણ જ્યારે હૉટલ કર્મચારીએ તેમની બેગ્સની તપાસ કરી તો હૉટલમાંથી ચોરી વસ્તુઓ બેગમાંથી નીકળી હતી.

આ સામાનમાં હૉટલનો રૂમાલ, ઇલેક્ટ્રૉનિક અને ડેકૉરેશનનો સમાન ઉપરાંત અન્ય કેટલીય ચીજો સામેલ હતી. ચોરી પકડાઇ જતાં મહિલાએ કહ્યું કે, અમે માફી માગીએ છીએ, અમે પૈસા ચૂકવી દઇશું, અમને જવા દો, અમને ફ્લાઇટ પકડવાની છે.