Canada News: કેનેડામાં શનિવારે એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પેસેન્જર વેનમાં બેસીને વિદ્યાર્થીઓ ઓન્ટારિયો હાઇવે પરથી પસાર થતાં હતા ત્યારે તે ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ સોમવારે આ ઘટનાની જાણકારી આપી અને કહ્યું કે તેમની ટીમ પીડિતોના મિત્રોના સંપર્કમાં છે.
ભારતીય હાઈ કમિશ્નરે કર્યું ટ્વિટ
ભારતીય હાઈ કમિશ્નર અજય બિસારિયાએ ટ્વિટ કરીને લખ્યું કે "કેનેડામાં આઘાતજનક ઘટના બની છે, ટોરોન્ટો પાસે શનિવારે એક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. અન્ય બે હોસ્પિટલમાં છે. પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. અમારી ટીમ સહાય માટે પીડિતોના મિત્રોના સંપર્કમાં છે."
મૃતકોના નામ
ક્વિન્ટે વેસ્ટ ઓન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP) અનુસાર, માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિંદર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. જેના કારણે આ માર્ગ અકસ્માત થયો હતો. તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2503 કેસ, 27 સંક્રમિતોના મોત
યુક્રેનના ખારકિવમાં ભીષણ બોમ્બમારો, રશિયન સેનાના હવાઈ હુમલા વચ્ચે 19 વિસ્તારમાં રેડ એલર્ટ