IND vs SL: ભારત – શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે શ્રીલંકા 109માં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા બેટિંગ માટે આવી હતી. ભારત તરફથી પંત અને અય્યરે ફિફ્ટી મારી હતી. કેપ્ટન રોહિત શર્મા 46 રન બનાવી આઉટ થયો હતો.


રોહિત શર્મા બેટિંગ કરતો હતો ત્યારે તેણે શાનદાર સિક્સ મારી હતી. તેની આ સિક્સના કારણે એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે મેચની છઠ્ઠી ઓવરમાં રોહિતે ફર્નાન્ડોની ઓવરમાં પુલ શોટ મારી સિક્સર ફટકારી હતી. આ બોલ સીધો મેચ જોઈ રહેલા એક દર્શક ગૌરવ વિકાસના નાક પર વાગ્યો હતો. એટલું જ નહીં આનાથી તેના નાકના હાડકામાં હેરલાઈન ક્રેક થઈ ગઈ છે.


કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના મેડિકલ સ્ટાફે સૌથી પહેલા ગૌરવને પ્રાથમિક સારવાર આપવા માટે મેડિકલ રૂમમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યાર પછી કઈ સુધારો ન આવતા આ દર્શકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેને ટાંકા આવ્યા છે તથા નાકના હાડકાને ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.



ભારતની પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ


શ્રીલંકાની ટીમ


દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા