નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નેવીને ઓર્ડર આપતા કહી દીધુ છે કે જો સમુદ્રમાં ઇરાનીયન જહાજો હેરાન પરેશાન કરે તો ઉડાવી દેજો. ટ્રમ્પે આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

ટ્રમ્પે કહ્યું કે, તેને અમેરિકન નેવીને નિર્દેશ આપ્યો છે કે જો સમુદ્રમાં અમારા જહાજોને પરેશાન કરે છે, તો કોઇપણ બાજુથી ઇરાનીયન ગનબૉટને ઉડાવી દેશું.



ટ્રમ્પના આ નિર્દેશ બાદ ઇરાને જણાવ્યુ કે, ટ્રમ્પ અમને ડરાવી રહ્યાં છે, ઇરાની સશસ્ત્ર દળના પ્રવક્તા જનરલ અબોલફઝલ શેફાચીએ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે ટ્રમ્પે હાલ કોરોનાથી પીડિત પોતાના સૈનિકોની દેખરેખ કરવી જોઇએ, પણ બીજાને ધમકાવવા જોઇએ નહીં.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 3 જાન્યુઆરી 2020એ ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીને એર સ્ટ્રાઇકમાં ઠાર માર્યો હતો. ત્યારેથી ઇરાન અને અમેરિકા વચ્ચે તનાણ વધી ગયો છે. બન્ને દેશો એકબીજાના દુશ્મન બની ચૂક્યા છે.