યુકોનના પ્રાચીન જંગલની એક નાનકડી કેબિનમાં ગુરદીપ પંધેર ભાંગડાના કલાસિસ ચલાવી રહ્યો છે. જે ભાંગડા દ્રારા સકારાત્મકતા ખુશીઓ વહેંચવાનું કામ કરે છે.  કનાડાઇ ડાન્સર ગુરદીપ પંધેર, યુકોનની ઠંડીમાં આઉટડોર ભાંગડા ક્લાસિસ હોસ્ટ કરે છે.

હાલ આ ક્લાસિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઓછી આબાદી વાળા જંગલ વિસ્તારમાં યુકોનના ફ્રાંસીસ સમુદાયના સભ્યો માટે ગુરદીપ પંધેર ભાંગડા ક્લાસિસ હોસ્ટ કરતો બતાવવામાં આવ્યો  છે. આ જંગલમાં ભારે બરફવર્ષા વચ્ચે  તેઓ યુકોન ફ્રાંસિસના સભ્યો ભાંગડા કરતા જોવા મળે છે.

બે દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે. કેનેડાના અભિનેતા રયાન રેનોલ્ડસે પણ આ વીડિયોને લાઇક કર્યો છે.


એક યુઝરે લખ્યું, “ડાન્સ ક્લાસ માટે શાનદાર સુંદર જગ્યા છે”ગુરદીપ પંધેરનો જન્મ પંજાબમાં થયો હતો જો કે 2011માં તે કનેડાના નાગરિક બની ગયા પરંતુ ભાંગડાએ તેનો પીછો ન છોડ્યો અને તેમને ભાંગડાના ક્લાસિસ શરૂ કરી દીધો.