ભારતીય હસ્તીઓએ વિદેશી ટવિટને ગણાવ્યો દુષ્પ્રચાર, તો અમેરિકી એક્ટ્રેસ કહ્યું આ મૂર્ખાઓને......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2021 02:44 PM (IST)
ખેડૂત આંદોલન મુદ્દે વિદેશીઓના ટવિટ પર ભારતીય સેલેબ્સે ટીકા કરી હતી ત્યારબાદ બંને પક્ષે સામે સામે ટવિટ પર વોર શરૂ થઇ ગઇ છે. શર્નીએ ભારતીય સેલેબ્સના ટવિટ પર પલટવાર કરતા તેને ઇડિયટસ કહ્યાં
ખેડૂત આંદોલન મુદ્દે વિદેશીઓના ટવિટ પર ભારતીય સેલેબ્સે ટીકા કરી હતી અને તેને દુષ્પ્રચાર ગણાવ્યો હતો તો બીજી તરફ અમેરિકી એક્ટ્રેસ અમાંડા સર્નીએ ભારતીયોને મૂર્ખો કહેતા ટવિટ કર્યું છે. અમેરિકા એક્ટ્રેસ અને વીલોગર અમાંડા સર્ની ખેડૂત આંદોલનને લઇને ખૂબ જ તીખા પ્રહાર કરી રહી છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે સર્ની આ ટ્રોલનો પણ જવાબ આપી રહી છે. નોંધનિય છે કે, ખેડૂત આંદોલન મુદ્દે વિદેશી હસ્તીઓએ કરેલા ટવિટને સચિન તેંડુલકર, વિરાટ કોહલી,કરણ જોહરને ટવિટ કરીને દુષ્પ્રચાર ગણાવ્યો હતો. તો તેના જવાબમાં એકવાર ફરી અમાંડા સર્નીએ પલટવાર કર્યો છે, તેમણે લખ્યું કે, આ મૂર્ખાઓને કોણે ભાડે રાખ્યા છે? જેમણે આ પ્રોપેગેન્ડા લખ્યો છે.