મિયા ખલીફાએ ઈન્સ્ટા સ્ટોરીમાં ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં રહેલા ફોટામાં ખેડૂતોને ન મારો તેમ લખ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે- ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં ઈન્ટરનેટ કટ દેવામાં આવ્યું, આ શું ચાલી રહ્યું છે.
આ ઉપરાંત તેણે ટ્વીટર પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. ખેડૂત આંદોલનના સપોર્ટમાં તેણીએ બે ટ્વીટ કર્યા છે, જેમાં લખ્યું – કયા માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે બીજા ટ્વીટમાં હું ખેડૂત સાથે છું તેમ લખ્યું છે. બંને ટ્વીટરમાં તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ કર્યુ છે.
ગ્રેટાએ ટ્વીટર પર લખ્યું, અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઉભા છીએ. ગ્રેટા થનબર્ગને 2019માં અમેરિકન મેગેઝિન ટાઈમે પર્સન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદને લઇ તે ચર્ચામાં આવી હતી.
આ પહેલા પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું. રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.
કંગનાએ રિહાને જવાબ આપતાં લખ્યું, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.
ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ કાંટાળી તાર, બોલ્ડર અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના માંગ આ ત્રણેય કાયદા રદ્દ કવામાં આવે તેવી છે.