Israel News: ટેક્નોલોજીની દુનિયામાં રાજ કરી ચૂકેલા ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ જીવલેણ રોગ કેન્સરનો 100% ઈલાજ શોધવાનો દાવો કર્યો છે. જેથી હવે દુનિયા આખીની નજર ઈઝરાયેલ તરફ મંડરાઈ છે. જેરુસલેમના આઈન કેરેમમાં આવેલ હદસાહ-યુનિવર્સિટી મેડિકલ સેન્ટરે બહુવિધ માયલોમા કેન્સરની સારવારમાં "અભૂતપૂર્વ સફળતા"ગણાવી છે. આ બીજો સૌથી સામાન્ય હિમેટોલોજિકલ રોગ છે, જે તમામ બ્લડ કેન્સરનો દસમો ભાગ અને તમામ કેન્સરનો એક ટકા હિસ્સો ધરાવે છે.
આ જીવલેણ રોગ સામેની આ નવી સારવાર જે અત્યાર સુધી અસાધ્ય ગણાતી હતી. તાજેતરના વર્ષોમાં બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ અને ઇમ્યુનોથેરાપી વિભાગમાં હાથ ધરાયેલા શ્રેણીબદ્ધ પ્રયોગો પછી વિકસાવવામાં આવી છે. પોલિના સ્ટેપન્સકી, એક ડૉક્ટર કે, જેમણે કેન્સરનો ઈલાજ શોધી કાઢ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે કોઈપણ સમયે ઇઝરાયેલ અને વિશ્વના વિવિધ ભાગોના 200 થી વધુ દર્દીઓની રાહ યાદી છે.
કેન્સરનો ઈલાજ શોધાયો
હડાસાહ-યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના કેન્સર વિભાગના વડા પ્રોફેસર પોલિના સ્ટેપન્સકીએ જણાવ્યું હતું કે, "CAR-T સારવારના પરિણામો પ્રભાવશાળી રહ્યા છે અને પરિણામો સૂચવે છે કે, કેન્સરના દર્દીઓને હવે જીવવા માટે ઘણા વર્ષો બાકી છે. અને એ પણ શાનદાર જીવનશૈલી સાથે.
રિપોર્ટ અનુસાર, આનુવંશિક એન્જિનિયરિંગ ટેક્નોલોજી પર આધારિત આ સારવાર એવા દર્દીઓ માટે અસરકારક અને મહત્વપૂર્ણ ઉપાય છે જેમનું આયુષ્ય થોડા વર્ષો પહેલા માત્ર બે વર્ષ હતું. તેઓએ CAR-T નામની આનુવંશિક ઇજનેરી તકનીકનો ઉપયોગ કર્યો છે, અથવા કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર ટી-સેલ થેરાપી કે જે કેન્સરનો નાશ કરવા દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કરે છે.
ઓન્કોલોજિસ્ટ પોલિના સ્ટેપન્સકીએ જણાવ્યું હતું કે, હડાસાહ ખાતે સારવાર લીધેલા 74 દર્દીઓમાંથી 90% થી વધુ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. અમારી પાસે કોઈપણ સમયે ઇઝરાયેલ અને વિશ્વના વિવિધ ભાગોના 200 થી વધુ દર્દીઓની રાહ યાદી છે. સ્ટેપાન્સકીએ જણાવ્યું હતું કે, હાલમાં આ રોગને દૂર કરવા માટે જરૂરી સંસાધનો, તેનું ઉત્પાદન અને તેની સારવાર ખૂબ જટિલ છે અને અઠવાડિયામાં માત્ર એક દર્દીની સારવાર શક્ય છે અને આ સારવાર હાલમાં એક પ્રયોગ તરીકે કરવામાં આવી રહી છે.
'CAR-T ટેકનોલોજી એક મોટી સિદ્ધિ'
પ્રોફેસર (એમેરિટસ) યેચેઝકેલ બેરેનહોલ્ઝ, ઓન્કોલોજી સંશોધનમાં વિશ્વ વિખ્યાત ડૉક્ટર કે જેઓ હીબ્રુ યુનિવર્સિટી-હડાસાહ મેડિકલ સ્કૂલમાં મેમ્બ્રેન અને લિપોસોમ રિસર્ચ લેબોરેટરીના વડા છે, તેમના જણાવ્યા અનુસાર, CAR-T ટેક્નોલોજી એ એક મોટી સફળતા છે જે સારવારને મોટા પ્રમાણમાં વધારશે. તેને સરળ બનાવશે અને પછી કેન્સરના દર્દીઓની સારવાર વધુ સરળ બનશે.
CAR-T સેલ ટ્રીટમેન્ટ હડાસાહ દ્વારા રામત ગાનમાં બાર-ઇલાન યુનિવર્સિટીમાં ઇમ્યુનોલોજી અને ઇમ્યુનોથેરાપી લેબોરેટરીના વડા પ્રોફેસર સિરિલ કોહેનના સહયોગથી વિકસાવવામાં આવી છે અને તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.