કોરોનાના અન્ય લક્ષણો
- તાવ
- શરદી
- ઉધરસ
- ઉલટી
- શ્વાસ લેવામાં મુશ્કેલી
- ગળામાં ખારાશ
એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા બાદ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ સાવધાની રાખવી જોઈએ. મોટી ઉંમરના લોકો, જેમને પહેલાથી અસ્થમા, ડાયાબિટીસ, હાર્ટ જેવી બીમારી હોય તેમના માટે કોરોના ઘાતક બની શકે છે. ઘણા કેસમાં સંક્રમિત લોકોની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પણ ઘટી જાય છે.
કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા તેના લક્ષણોને ઓળખવા ખૂબ જરૂરી છે. લક્ષણો ઓળખીને જ વાયરસને કાબૂમાં કરી શકાય છે.
લક્ષણ જોવા મળ્યા વગર પણ થઈ શકે છે કોરોના
કોરોના વાયરસના સંક્રમણને લઈ તાજેતરમાં થયેલા સંશોધનમાં એક વાત સામે આવી છે કે, 45 લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. આ પ્રકારનું સંક્રમણ લોકોના શરીરની અંદર મોટું નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાની સ્ક્રિપ્સ રિસર્ચ ટોન્સલેશનલ ઈન્સ્ટીટ્યૂટના એરિક ટોપાલ સહિત અનેક વૈજ્ઞાનિકોએ નોવલ કોરોના વાયરસ વગર લક્ષણવાળા મામલાની સમીક્ષા કરી હતી. અનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં છપાયેલા અહેવા પ્રમાણે સાર્સ-સીઓવી-2 સંક્રમણના કુલ દર્દીમાં 40 થી 45 ટકા દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.