Moon Mission of India : ચંદ્રયાન-3, ભારતનું ત્રીજું ચંદ્ર મિશન જે 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે હવે ઓસ્ટ્રેલિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા આ મિશનને હેવી-લિફ્ટ GSLV માર્ક III (LVM III) રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. ઈસરોએ 20 મિનિટ પછી જાહેરાત કરી કે તે તેની સાચી ભ્રમણકક્ષામાં છે અને ચંદ્ર તરફ તેની યાત્રા શરૂ કરી છે. હવે ઓસ્ટ્રેલિયાથી ચંદ્રયાન-3ની એક તસવીર સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે તે ત્યાંના રાત્રિના આકાશમાં સુંદર રીતે ચમકી રહ્યું છે.
ISROને અભિનંદન!
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે. આ ફોટો Dylan O'Donnell દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ડાયલન બાયરન બે ઓબ્ઝર્વેટરી ઓસ્ટ્રેલિયા માટે ફોટોગ્રાફી કરે છે. તેણે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'મેં હમણાં જ જોયું કે ભારતની સ્પેસ એજન્સીએ તેનું મૂન રોકેટ યુટ્યુબ પર લોન્ચ કર્યું અને 30 મિનિટમાં તે મારા ઘરની ઉપરથી ઉડાન ભરી! અભિનંદન @ISRO! આશા છે કે તમે ઉતરાણમાં સફળ થશો. ડાયલને તેની સાથે તેનો સુંદર ફોટો પણ ટ્વીટ કર્યો છે. ડાયલન શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન સંબંધિત વીડિયો પણ બનાવે છે.
ફોટો બદલ આભાર
અવકાશયાન આવતા મહિને ચંદ્ર પર જશે અને 23 ઓગસ્ટ સુધીમાં લેન્ડિંગની અપેક્ષા છે. ચંદ્રયાન-3 પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ISRO સેન્ટરની નજીક દર્શકો દ્વારા જીવંત જોવા મળ્યું હતું અને લાખો લોકોએ YouTube પર પ્રસારણ જોયું હતું. એક યુઝરે પોતાના ટ્વીટ પર લખ્યું, 'શું આ લોંગ એક્સપોઝર શોટ છે કે, સ્ટાન્ડર્ડ ફોટો? ગ્રેટ કેપ્ચર!" આ માટે ઓ'ડોનેલે જવાબ આપ્યો, "2 સેકન્ડ એક્સપોઝર." અન્ય યુઝરે લખ્યું હતું કે, 'શાનદાર ક્લિક.' એક યુઝરે કહ્યું હતું કે, આ ફોટો શેર કરવા બદલ ઓ'ડોનેલનો આભાર.
બેસ્ટ ફોટોગ્રાફ
અન્ય યુઝરે તેમને પૂછ્યું હતું કે, 'શું આ પર્થ કે સિડની જેવી કોઈ ચોક્કસ જગ્યાએથી છે કે પછી આખા ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યું છે?' જ્યારે એક યુઝરે તેમને પૂછ્યું કે, જે સમયે ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો તે સમયે રોકેટ કેટલી ઉંચાઈ પર હતું? એક યુઝર્સે ઓ'ડોનેલને કહ્યું હતુંકે, 'સરસ શૉટ! ખબર ન હતી કે, તે ઓસ્ટ્રેલિયામાં દેખાશે!! શેર કરવા બદલ આભાર.'