અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કપડાં બદલતી મહિલાને પોલીસ નગ્નાવસ્થામાં હાથકડી પહેરાવીને લઈ ગઈ હતી. જેને લઈ મહિલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હવે મામલે કોર્ટે ફેંસલો સંભળાવ્યો છે અને મહિલાને 22 કરોડનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
ક્યાંનો છે મામલો
આ મામલો અમેરિકાના શિકાગોનો છે. અહીંયા 2019માં એક અપરાધીને શોધવા માટે કેટલાક પોલીસ અધિકારી અશ્વેત મહિલા અંજનેટ યંગના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી આવ્યા હતા. અંજનેટ એક સામાજિક કાર્યકર્તા છે.
તલાશી દરમિયાન પોલીસે કરી ગેરવર્તણૂંક
અંજનેટ તે સમયે કપડાં બદલતી હતી. પોલીસે તેને કપડાં પહેર્યા વગર જ ઉભી રાખીને હાથકડી પહેરાવી દીધી. હાથકડી પહેરાવીને લગભગ અડધો કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. પોલીસ જે ગુનેગારને શોધતી હતી તે અંજનેટના બાજુના મકાનમાં રહેતો હતો. આ ઘટનાને કારણે અંજનેટે ખુદને અપમાનિત મહેસૂસ કરતી હતી.
જેને લઈ અંજનેટે ફેબ્રુઆરી 2021માં કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલીસે તેની સાથે ગેરવર્તણુંક કરીને અપમાનિત કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેણે આ મુદ્દે 12 પોલીસકર્મીને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે સુનાવણી બાદ મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને તેને 22 કરોડનું વળતર આપવા જણાવ્યું હતું.